સુરતની ત્રણ બાઇકિંગ ક્વીનો ત્રણ ખંડોનો પ્રવાસ કરશે

May 31, 2019 4250

Description

બેટી બચાવો , બેટી પઢાઓ. સરકારના સૂત્રને સાર્થક કરવા સુરતની બાઇકિંગ ક્વીન જોડાઇ ગઇ છે. આગામી 6 જૂનથી બાઈકિંગ ક્વીન ડૉ. સારિકા મહેતાના નેજા હેઠળ અન્ય બે ગૃહિણી જીનલ શાહ અને વિદ્યાર્થિની ઋતાલી પટેલ ત્રણ ખંડના પ્રવાસે ઊપડશે. બાઇકિંગ ક્વીનની 3 મહિલાઓ બેટી બચાવો, બેટી પઢાઓ સૂત્રને સાર્થક કરવા 6 જૂને વારાણસીથી પ્રવાસનો પ્રારંભ કરશે. આગામી સફરમાં તેઓ બાઈક લઈને હિમાલયની તળેટી એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી ઊંચાઈ પર જશે અને ત્યાંથી કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાનનાં રણપ્રદેશમાં બાઈક સફર કરશે.

એશિયા અને યુરોપ સહિત આફ્રિકાના દેશોમાં જશે. દુનિયાના ત્રણ ખંડો સાથે બાઈક ઉપર 25 દેશો ફરી વળશે. આ દરમિયાન સંબંધિત દેશના હાઈ કમિશનરને મળશે. તેમ જ ત્યાં વસેલા ભારતીય સમાજના લોકોને મળશે.

Leave Comments