સુરતમાં સરકારી શાળામાં એડમિશન માટે પડાપડી

January 16, 2020 1235

Description

ખાનગી સ્કૂલોમાં બાળકોને શિક્ષણ આપવાના ટ્રેન્ડ વચ્ચે સુરતમાં સરકારી શાળામાં એડમિશન માટે પડાપટી થઇ હતી. સુરત વિસ્તારની શાળા નં-334 અને 346માં વાલીઓની લાંબી કતારો લાગી છે.

વર્ષ 2020-21માં એડમિશન માટેની પ્રક્રિયા શરૂ થતા જ વાલીઓ પોતાના સંતાનોના એડમિશન માટે શાળાએ આવી પહોંચ્યા છે. આ સરકારી શાળામાં 1 હજારથી વધુનું વેઇટિંગ ચાલી રહ્યું છે.

ખાનગી શાળા જેવી જ બાળકોને એક્ટિવિટી કરાવાય છે. ‘મોંઘીદાટ ફી સામે સરકારી શાળા સારો વિકલ્પ’ છે. ત્યારે ખાનગી શાળાની જગ્યાએ વાલીઓ સરકારી શાળામાં પોતાના સંતાનોને અભ્યાસ કરાવવાનું પસંદ કરી રહ્યાં છે.

Leave Comments