સુરતમાં ધો.8ના વિદ્યાર્થીને વીડિયો બનાવવાનો શોખ ભારે પડ્યો

May 13, 2021 10970

Description

સોશિયલ મીડિયામાં ચમકવાના ચક્કરમાં લોકો શું નથી કરતા. પોતાનો જીવ જોખમમાં મૂકતા પણ ખચકાતા નથી. ત્યારે સુરતમાં શાળામાં ભણતા વિદ્યાર્થીનો વીડિયો બનાવવાનો ઉત્સાહ મોતમાં પરિણમ્યો. સરથાણા વિસ્તારમાં ધોરણ-8ના વિદ્યાર્થીને અકસ્માતે ફાંસો લાગ્યો છે. વિદ્યાર્થીને સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરવાનો ભારે શોખ હતો. વીડિયો બનાવતા અકસ્માતે ફાંસી લાગી જતા વિદ્યાર્થીનું મોત નીપજ્યુ.આ વિદ્યાર્થીએ અગાઉ ડાન્સ કરતો તેમજ દિવાલમાં મુક્કા મારતો હોય તેવો વીડિયો અપલોડ કર્યો હતો. ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. સરથાણા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

Leave Comments

News Publisher Detail