કિંમતો વધવાથી જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો, લોકો ત્રાહિમામ

January 15, 2020 845

Description

રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારીને પગલે જથ્થાબંધ મોંઘવારીના દરમાં વધારો થયો છે. ત્યારે મોંઘવારીનો દર ગત મહિને 2.59 ટકા રહ્યો હતો. જે 7 મહિનામાં સૌથી વધુ છે. આ પહેલા મે 2019માં 2.79 ટકા રહ્યો હતો. નવેમ્બરમાં 0.58 ટકા હતો.

બટાકા અને ડુંગળી જેવી વસ્તુઓની કિંમતો વધવાથી જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો થયો છે. ખાદ્યા વસ્તુઓના મોંઘવારી દર નવેમ્બરમાં 11 ટકાની સરખામણીમાં ડિસેમ્બરમાં 13.12 ટકા રહ્યાં. સોમવારે રિટેલ મોંઘવારીના આંકડાઓ આવ્યા હતા. તે ડિસેમ્બરમાં 7.35 ટકા હતી. જે સાડા પાંચ વર્ષમાં સૌથી વધુ છે.

 

Leave Comments