રક્ષામંત્રી રાજનાથસિંહ સુરતની મુલાકાતે

January 16, 2020 620

Description

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે સુરતની મુલાકાતે છે. જ્યાં તૈયાર થયેલી કે-9 વ્રજ ટેન્કને આર્મીને સોંપશે. આ ટેન્ક સુરતમાં તૈયાર થઈ છે. કુલ 100 ટેન્ક બનાવવામાં આવી રહી છે. સુરતના હજીરા ખાતે આવેલી એલએન્ડટી કંપનીમાં તૈયાર થયા બાદ અત્યાર સુધી 50 ટેન્ક સેનાને આપવામાં આવી છે.

ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના હસ્તે 51મી ટેન્ક આર્મીને સોંપવામાં આવશે. ટેન્કને સેલ્ફ પ્રોપલ્ડ હોવરક્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ટેન્કની ઓપરેશન રેન્જ 480 કિલોમીટર સુધીની છે. જ્યારે 15 સેકન્ડમાં ત્રણ ગોળા ફેંકી શકવાની ક્ષમતા ધરાવે છે. વર્ષ 2018માં 100 ટેન્ક બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.

Leave Comments