સુરતમાં અલગ-અલગ મોલમાં પોલીસનું સરપ્રાઈઝ ચેેકિંગ

May 15, 2019 155

Description

સુરતમાં પોલીસે સલામતીને લઇને અલગ અલગ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી છે. પોલીસ દ્વારા સુરતમાં અલગ અલગ મોલમાં હથિયારો સાથે પ્રવેશ કર્યો હતો. પોલીસે મોલ અને મલ્ટિપ્લેક્સમાં હથિયારો સાથે પ્રવેશ કર્યો હતો. જો કે મોલ સિક્યોરિટી દ્વારા સઘન ચેકિંગ ન કરાયાનું સામે આવ્યું હતું.

જેને લઇને પોલીસે મોલની સિક્યોરિટી એજન્સીઓને નોટિસ આપી છે. પોલીસે સુરતના રાહુલ રાજ મોલ,VR મોલ,સેન્ટ્રલ મોલમાં સિક્યુરિટી ચેક કર્યું હતું. જો કે આ તમામ મોલ સલામતીમાં પાસ થયા ન હતા. તો આ સંદર્ભે એસઓજી દ્વારા પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave Comments