Surat

new video Watch Video
હેડલાઈન @ 1 PM

કોરોના ટેસ્ટિંગ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે… દંડક પંકજ દેસાઈએ કહ્યું નથી ઘટાડ્યા ટેસ્ટ… તો કોંગ્રેસે કહ્યુ સરકાર રચે છે માત્ર આંકડાની માયાજાળ… વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે પાંચ સરકારી વિધેયક થશે રજૂ… ટૂંકી પ્રશ્નોત્તરીમાં કોરોના અને કિસાન સહાય યોજનાની થશે ચર્ચા… વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા… ધાર્મિક કાર્યક્રમમાં ભુવો ધૂણતા હજ્જારો ઉમટી પડ્યા… પોલીસે આયોજકોની કરી […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 12 PM

વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા… ધાર્મિક કાર્યક્રમમાં ઉમટી પડી હજારોની ભીડ… ભુવો ધૂણતો હોવાથી હજ્જારો ઉમટી પડ્યા… સુરતમાં 108 ધન્વંતરી રથના ડ્રાયવરો ઉતર્યા હડતાળ પર… ડ્રાયવરોને પગાર ન ચૂકવાતા હડતાળ પર ઉતર્યા… આજે એક પણ રથ નહીં નીકળે ટેસ્ટીંગમાં વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે પાંચ સરકારી વિધેયક થશે રજૂ… કોરોના અને કિસાન સહાય યોજનાની થશે ચર્ચા… […]

watch video
new video Watch Video
સુરતઃ ધન્વંતરી રથના ડ્રાઈવરોની હડતાળ

સુરતમાં ધન્વંતરી રથના ડ્રાયવરો હડતાળ ઉપર ઉતર્યા છે. 108 ધન્વંતરી રથના ડ્રાયવરો હડતાળ પર ઉતર્યા છે. ડ્રાયવરોને પગાર ન ચૂકવાતા હડતાળ પર ઉતર્યા છે. સુરતમાં એક પણ રથ ટેસ્ટિંગમાં નહીં નીકળે.  

watch video
new video Watch Video
સુરતઃ નરાધમ પિતાએ એક વર્ષની દિકરીને પહેલા માળેથી ફેંકી

સુરતમાં કળિયુગી પિતાની કરતૂત સામે આવી છે. નરાધમ બાપે એક વર્ષની દિકરીને પહેલા માળેથી ફેંકી દીધી હતી. પત્ની પર શંકા રાખી દિકરી પર ખાર ઉતાર્યો હતો. ગંભીર હાલતમાં બાળકી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

watch video
new video Watch Video
હેડલાઈન @ 11 AM

વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ… ગૃહમાં રજૂ કરાશે પાંચ સરકારી વિધેયક… કોરોના અને કિસાન સહાય યોજનાની થશે ચર્ચા… કોરોનાની સારવાર લેતા સાંસદ અભય ભારદ્વાજની તબિયત સુધારા પર… અમદાવાદના ડોક્ટરોની ટીમ તપાસ માટે આવશે રાજકોટ… સ્વૈચ્છિક લૉકડાઉન બાદ આજથી રાજકોટનું સોની બજાર ખૂલ્યું… સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી દુકાનો ખુલશે… સોની બજારમાં કોરોનાએ લીધો […]

watch video
new video Watch Video
સુરતઃ બિલ્ડીંગનો ભાગ તુટી પડતા 3 લોકોના મોત

સુરતમાં બિલ્ડીંગનો ભાગ પડતા 3 લોકોના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો છે. વરસાદના કારણે ઈમારતનો ભાગ ધરાશાયી થઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી. રાંદેર રોડમાં ઈમારતનો ભાગ ધરાશાયી થઈ હતી જેમાં રાત્રે નિંદરમાં સુઈ રહેલા ત્રણ લોકો ઉપર કાટમાળ પડતા મોત નિપજ્યા હતા.

watch video
new video Watch Video
હેડલાઈન @ 10 AM

સુરતમાં રાંદેર રોડ પર બિલ્ડીંગનો ભાગ પડતા 3ના મોત… વરસાદના કારણે ઈમારતનો ભાગ થયો ધરાશાયી… વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ… ગૃહમાં રજૂ કરાશે પાંચ સરકારી વિધેયક… કોરોના અને કિસાન સહાય યોજનાની થશે ચર્ચા… સંસદ બહાર સસ્પેન્ડેડ આઠ સાંસદોએ આખી રાત જાગરણ કરીને કર્યો વિરોધ પ્રદર્શિત… ઉપસભાપતિ હરિવંશે સાંસદો સાથે કરી મુલાકાત… કૃષિ બિલના વિરોધમાં […]

watch video
new video Watch Video
સુરતઃ કોરોના સંક્રમણ વધ્યું, એક દિવસમાં નોંધાયા 290 કેસ

સુરતમાં કોરોના સંક્રમણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સોમવારે સુરતમાં 290 કેસ નોંધાતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. કોરોના વોરિયર્સ પણ સંક્રમિત થઈ રહ્યા છે. કતારગામમાં ખાનગી તબીબ, અભવા ગામના PSI, ITના 2 અધિકારી કોરોના સંક્રમિત થયા છે તો સાથે સાથે ટેક્સટાઈલ ઉદ્યોગમાં 7 લોકો સંક્રમિત થયા છે.

watch video
new video Watch Video
સુરતમાં ટ્યૂશન સંચાલકો સામે લાલઆંખ

સુરતમાં ટ્યૂશન સંચાલકો સામે લાલઆંખ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકનારા સામે કાર્યવાહી થશે ઘરમાં ટ્યૂશન ચલાવનારા સામે લેવાશે પગલાં SMCએ ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

watch video
new video Watch Video
સુરત મનપા દ્વારા ખાણીપીણી ધારકોના કરાયા ટેસ્ટ

સુરતમાં સંક્રમણ કાબૂમાં લેવા માટે સુપર સ્પ્રેડર્સના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. સુરત મનપા દ્વારા ખાણીપીણી ધારકોના ટેસ્ટ કરાયા છે.

watch video
new video Watch Video
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન

ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કૃષિ બિલ મુદ્દે નિવેદન આપ્યું હતું કે, કૃષિ બિલ ખેડૂતોના હિતમાં છે. કોંગ્રેસ ખેડૂતોનું હિત વિચારતી નથી. મોદી સરકાર હમેશા ખેડૂતોના હિતમાં જ છે.

watch video
new video Watch Video
રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી

આ વર્ષે મેઘરાજા દેશના લગભગ દરેક રાજ્યોમાં મન મૂકી વરસ્યા છે. કેટલાક રાજ્યોમાં તો ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતમાં પણ મેઘરાજાની ભરપૂર મહેર જોવા મળી. જોકે હવે ગુજરાતના કેટલાક ભાગમાં નૈઋત્યના ચોમાસાની વિદાયની હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. પરંતુ આ દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસ કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી પણ કરી છે.

watch video