સુરતમાં હોસ્પિટલ તંત્રએ દર્દીના આરોગ્ય સાથે ચેડા કરતાં વિવાદમાં

February 14, 2020 560

Description

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં 8 દવાના સેમ્પલ ફેલ થવા છતાં દવાનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું છે. ત્યારે દર્દીના આરોગ્ય સાથે હોસ્પિટલ તંત્ર ચેડા કરી રહ્યું છે. જેમાં રિપોર્ટ આવે તે પહેલા જ દર્દીઓને દવા વેંચી દેવામાં આવી છે.

દર્દીઓને બિનઅસરકાર દવાનું મફતમાં વિતરણ કરાયું છે. જેમાં બ્લડ પ્રેશર, મેલેરિયા, ડાયેરિયા, ઘા ભરવાની દવાનું વિતરણ કરાયું છે. જેમાં એસિડિટી અને અલ્સરની દવાનું પણ વિતરણ કરાયું છે. ત્યારે ‘સંદેશ ન્યૂઝ‘ સમક્ષ સ્ટોર કિપરે કાંઇ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે. વિના મૂલ્યે દવા લેતા દર્દીઓ સાથે તંત્ર દ્વારા દગો થઈ રહ્યો છે.

 

Leave Comments