સુરતમાં 3 કલાકમાં નવજાત બાળકનો નીકળ્યો પાસપોર્ટ !!!

October 12, 2018 2585

Description

પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા આમ તો ઘણી જ સરળ અને ઝડપી બની ગઇ છે. પણ શું તમે જાણો છે કે જન્મતાની સાથે પણ પાસપોર્ટ મળી જાય છે. વાત જાણીને થોડી નવાઇ લાગશે પણ સાચી છે. સુરતમાં એક બાળક જન્મ્યો અને તેના ત્રણ કલાકમાં જ આવી ગયો તેનો પાસપોર્ટ. ખનાગી હોસ્પિટલમાં જન્મેલા ઋગ્વેદના પરિવારે તાત્કાલિક મહાનગર પાલિકામાં બાળકની નોંધણી કરાવી અને જન્મ નોંધણીના દાખલા સાથે પાસપોર્ટ ઓફિસમાં અરજી કરીને બાળકનો પાસપોર્ટ માત્ર ત્રણ કલાકમાં જ મેળવી લીધો.

સુરતના પુનાપાટિયા વિસાતરમાં રેહતા મનીષ કાપડિયા અને તેમની પત્ની નિતા કાપડિયા પ્રથમ પુત્ર બાદ બીજા સંતાન તરીકે ઋગ્વેદનો જન્મ થયો છે. ત્રણ જ કલાકમાં પાસપોર્ટ બાદ હવે ઋગ્વેદ યંગેસ્ટ પાસપોર્ટ હોલ્ડર હોવાનું મનાઇ રહ્યું છે. હવે તેના માતાપિતા નવજન્મીત પુત્રની આ સિદ્ધીને લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં દાવેદારી કરવા જઇ રહ્યાં છે.

Leave Comments