સુરતમાં કુખ્યાત ગેંગસ્ટાર સૂર્યા મરાઠીની મોતનાં સમાચાર સાંભળી આ લોકોએ ફટાકડાં ફોડ્યા

February 13, 2020 8435

Description

સુરતમાં કુખ્યાત ગેંગસ્ટર સૂર્યા મરાઠીની તેની ઓફિસમાં જ 50થી વધુ ઘા મારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. તો સૂર્યા મરાઠીએ પોતાના પર હુમલો કરનાર હાર્દિક પટેલને પણ ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સૂર્યા મરાઠી મનુ ડાહ્યા મર્ડર કેસમાં થોડા દિવસો પહેલાં જ છૂટીને બહાર આવ્યો હતો. ત્યાં જે તેનું મર્ડર થઈ જતાં મનુ ડાહ્યાના પરિવારે ફટાકડાં ફોડીને ઉજવણી કરી હતી.

સૂર્યા મરાઠીને કોર્ટે શંકાના આધારે મનુ ડાહ્યા મર્ડર કેસમાં નિર્દોષ છોડી મૂક્યો હતો. અને છઠ્ઠી ફેબ્રુઆરીએ જ તે જેલમાંથી છૂટીને ઘરે પરત ફર્યો હતો. જેની જાણ હાર્દિક પટેલને થતાં જ તેણે સૂર્યા મરાઠીની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જેવો જ સૂર્યા મરાઠી તેની ઓફિસમાં એકલો બેઠો હોવાની વાત જાણવા મળતાં જ હાર્દિક પટેલ પોતાના સાગરિતો સાથે સૂર્યા મરાઠીની ઓફિસે પહોંચી ગયો હતો. અને તેના પર તલવાર-ચપ્પા વડે હુમલો કર્યો હતો.

Leave Comments