સુરતમાં સાયણ સુગર મિલને કાર્યરત રાખવા રજૂઆત

February 19, 2020 695

Description

સાયણ સુગર મિલ દ્વારા મિલની કાર્યક્ષમતા વધારવામાં આવતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સભાસદોએ ભૂલ નજરઅંદાજ કરી મિલને કાર્યરત રાખવા રજૂઆત કરી છે.

મહત્વનું છે કે સાયણ સુગર મિલ દ્વારા જૂની પીલાણ મશીનરીને બદલી ૫૦૦૦ ટનની જગ્યાએ ૭૦૦૦ ટનની ક્ષમતાની મશીનરી નાખવામાં આવી છે. જેને લઇ જીપીસીબી દ્વારા થોડા સમય અગાઉ ક્લોઝર નોટીસ પણ પાઠવામાં આવી હતી.

જે અંગે જીપીસીબી દ્વારા સુગર મિલમાં જ નિવાસી નાયબ કલેકટરની હાજરીમાં લોક સુનાવણી રાખવામાં આવી હતી. ત્યારે સભાસદો દ્વારા ઉત્પાદનને પહોચી વળવા માટે મિલની કાર્યક્ષમતા વધારવામાં આવી છે એને પ્રમાણિક ભૂલ ગણી મિલને ચાલુ રાખવા લોક સુનાવણીમાં નમ્ર રજૂઆત કરાઇ છે.

 

 

Leave Comments