સુરતના રેસ્ટોરન્ટમાં ખાવામાં નીકળી જીવતી ઈયળ

October 18, 2019 1415

Description

ઘરનું ભોજન અવગણીને રેસ્ટોરામાં ભોજન કરવાના ચટાકા તમને બીમાર કરી શકે છે. સુરતમાં ફરી એકવાર ભોજનમાંથી જીવતી ઇયળ નીકળી. રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ પાસે આવેલી ખ્યાતનામ રેસ્ટોરન્ટના દ્રશ્યો છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે. હોટલના મેનેજરને ભોજનમાં જીવાત બતાવતા મેનેજરે બિલ માફ કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો. આ વીડિયો 15 ઓક્ટોબરનો છે. તે સમયે આરોગ્ય વિભાગને રજૂઆત કરાતા તપાસ કરવામાં આવી હતી. જેમાં હોટલમાંથી સેમ્પલ લઇને નોટિસ ફટકારવામાં આવી હતી.

Leave Comments