સુરતમાં ગૃહિણીનો અનોખો પ્રયોગ, ઘરે જ ઉગાડ્યા 100 જાતના શાકભાજી

December 15, 2019 1595

Description

મુંબઇ, દિલ્હી અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ઘણા લોકો ચોખ્ખા અને શુદ્ધ શાકભાજી માટે ગાર્ડનિંગનો વિકલ્પ અપનાવે છે. જોકે, જો તમે એવું માનતા હોવ કે, શાકભાજી ઉગાવવા માટે તમારે ઘરની આસપાસ મોટી જગ્યા જોઇએ તો એવું નથી. સુરતનો એક પરિવાર પોતાના બંગ્લાની અંદર જ 100થી વધારે જાતના શાકભાજી ઉગાડે છે.

અનુપમા દેસાઇએ પોતાના બંગ્લામાં 100 જાતના કુંડાઓ મુકી કુંડામાં શાકભાજી ઉગાડે છે. અને અનુપમા દેસાઇ કુંડા માટે અલગથી ખર્ચો નથી કરતા પરંતું, ચાના કપ, આઇસ્ક્રીમના કપ જેવા વેસ્ટમાંથી કુંડા બનાવે છે. જેના કારણે ઘરમાં ઓક્સિજનનું પ્રમાણ પૂરતું પાડે છે. સામાન્ય રીતે આપણે જોઇએ તો, આ બંગ્લો નહીં પરંતું, બંગ્લાની અંદર ખેતર જ કહેવાય કેમ કે, શાકભાજીની સાથે સાથે તેમણે અલગ અલગ રોપ પણ વાવ્યા છે.

મહત્વની વાત તો, એ છે કે, આજુબાજુના લાકો પણ અનુપમાના ઘરેથી શાકભાજી લઇ જાય છે. જેમાં ટામેટા, કોથમીર, ભીંડા, તુવેર, દૂધી, મરચા, લસણ, ફ્રુટ, સક્કરટેટી, અંજીર, સેતુર, સીતાફળ, જમરુખ, સહિત અનેક શાકભાજી અને ફ્રુટ તેઓ ઘરે જ ઉગાડે છે.

Leave Comments