સુરતના હરમિત દેસાઇએ ટેબલ ટેનિસની રમતમાં મેળવી અનેક સિદ્ધીઓ

February 7, 2020 2285

Description

હિરા નગરી એવી સુરતમાં સાચે જ એક એવો હીરો ઝળહળી રહ્યો છે. જેણે સુરતનું જ નહીં પણ ગુજરાત અને ભારતનું નામ દેશ દુનિયામાં રોશન કર્યું છે. જી હા સુરતના હરમિત દેસાઇએ ટેબલ ટેનિસની રમતમાં અનેક સિદ્ધીઓ હાંસલ કરીને નામ રોશન કર્યું છે.

માત્ર 6 વર્ષની ઉંમરથી ટેબલ ટેનિસ રમવાની શરૂઆત હરમિતે કરી હતી. ત્યારે હરમિત હાલ તેના ઉમદા પ્રદર્શનને કારણે વિશ્વના ટોપ 100 ટેબલ ટેનિસ રમતવીરોમાં સ્થાન ધરાવે છે. હરમિત દેસાઇને રમતગમત ક્ષેત્રે ઉમદા પ્રદર્શન માટે અર્જુન એવોર્ડ પણ મળ્યો છે.

હરમિત દેશ વિદેશમાં અનેક ટૂનાર્મેન્ટ રમી ચૂક્યો છે. તેણે કોમનવેલ્થ ગેમમાં પણ ઉમદા પ્રદર્શન કર્યું છે. તો વર્ષ 2018માં એશિયન ગેમ્સમાં પણ ઉમદા પ્રદર્શન કરીને કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો છે. નાની ઉંમરમાં હરમિતે અનેક સિદ્ધીઓ હાંસલ કરી છે. ત્યારે હરમિતની આ સફળતામાં તેના માતા-પિતા અને તેના કોચનું મહત્વનું યોગદાન રહ્યું છે.

Leave Comments