સુરત સિવિલ હોસ્પિટલમાં બે માથા વાળા બાળકની સફળ સર્જરી

October 16, 2019 1175

Description

સુરત સિવિલ હોસ્પિટલના તબીબોને મોટી સફળતા મળી. બે માથા વાળા બાળકની તબીબોએ સફળ સર્જરી કરી. સિવિલ હોસ્પિટલમાં 1 ટકાના જોખમે તબીબોએ સર્જરી કરી. બાળકની સર્જરી કરવામાં 5 કલાકનો સમય લાગ્યો. સર્જરી કરી બાળકનું એક માથું અલગકરવામાં આવ્યું.

બે માથા વાળા બાળકનો જન્મ અયોધ્યામાં થયો હતો. લખનૌઉના તબીબોએ સર્જરી કરવાનો ઇનકાર કરી દીધો હતો. લખનૌઉના તબીબોએ સ્પષ્ટ ના પાડી દેતાં બાળકને સુરત લાવવામાં આવ્યો હતો. હાલ બાળક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Leave Comments