અહો આશ્વર્યમ ! હીરામાં જોવા મળી ગણપતિ દાદાની મુખમુદ્રા

August 30, 2018 40805

Description

દેશભરમાં ગણપતિ મહોત્સવ શરૂ થવાની તૈયારીમાં છે. ત્યારે કુદરતી પરિબળ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમે હીરામાં દુંદાળા દેવ જોવા મળ્યા છે તે પણ ડાયમંડમાં. વિશ્વના પ્રથમ ક્રમાંકના ભારતીય હીરા બજારની નગરી સુરત ખાતે રફ હીરામાં ગણપતિ દાદા ની પ્રતિમા બંકિમભાઇ શાહ ને મળી હતી જે હાલમાં મુંબઇ રહે છે.

આ હીરાની અંદર વિધ્નહર્તા જોવા મળતાં હીરા બજારમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું. આ રફ હીરાની વાત કરીએ તો તે કુદરતી છે અને ગણપતિ દાદાનાં આકારમાં છે.

ઘણીવાર અનેક ચીજ વસ્તુમાં ધાર્મિક દેવી-દેવતાની પ્રતિકૃતિ જોવા મળતી હોય છે પણ ડાયમંડમાં આ પ્રકારની કૃતિ પ્રથમ વાર જોવા મળી છે . કુદરતી રીતે મળી આવેલા આ હીરાને હવે ગીનીશ બુક ઓફ વલ્ડ રેકોર્ડ, લીમ્કા બુક ઑફ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં સ્થાન મળે તે માટે જરુરી કાર્યવાહી કરવામાં આવી છે.

Leave Comments