સુરતમાં કાપડ માર્કેટના વેપારી સાથે 21 કરોડની છેતરપિંડી

February 11, 2019 215

Description

સુરતમાં કાપડ માર્કેટના વેપારી સાથે કરોડોની છેતરપિંડી કરાઇ હોવાનું સામે આવ્યું છે. કાપડ વેપારી પાસેથી દલાલ સહિત 16 શખ્સોએ 21.36 કરોડની છેતરપિંડી આચરી હતી.

આરોપીઓએ વેપારી પાસેથી ડ્રેસ મટેરિયલ ખરીદ્યા બાદ નાણાં ન ચૂકવી કુલ 21 કરોડની છેતરપિંડી આચરી હતી.

બે મહિનામાં પેમેન્ટ આપવાનો વાયદો કરી ચેક આપવામાં આવ્યો હતો. જે ચેક બાઉન્સ થતાં વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે સમગ્ર બનાવ અંગે કાર્યવાહી કરીને એક વ્યક્તિને ઝડપી લીધો છે. જેની તપાસ બાદ અન્ય વ્યક્તિઓ પકડમા આવે તેવી શક્યતા છે.

Tags:

Leave Comments