કામરેજમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરનાર બિલ્ડરની ધરપકડ

July 11, 2019 1205

Description

સુરતના કામરેજમાં ટાઉનશીપના નામે છેતરપિંડી કરવા મામલે પોલીસે આરોપી બિલ્ડરની ધરપકડ કરી છે. કામરેજમાં વર્ષ 2014માં પટેલ ટાઉનશીપના નામે ફ્લેટની સ્કિમ મુકીને રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી આચરવામાં આવી હતી.

આ મામલે રોકાણકારોએ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. સાથે જ પોલીસ દ્રારા યોગ્ય તપાસ ન કરવામાં આવી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ત્યારે પોલીસ કમિશ્નરના આદેશ બાદ કાપોદ્રા પોલીસે ગુનો નોંધી બિલ્ડરની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

Leave Comments