સુરતના પાલ-ઉમરા બ્રિજને લઇ રાજકારણ ગરમાયું

January 15, 2020 1565

Description

સૂર્ય પુત્રી તાપી નદી પર બની રહેલા પાલ-ઉમરા બ્રિજનું કામ છેલ્લા દોઢ વર્ષથી અટકાવી દેવાયું છે. જેમાં બ્રિજનું 90 ટકા કામ પૂર્ણ થયા બાદ દોઢ વર્ષથી 10 ટકા જેટલું બાકી કામ અટકાવી દેવાતા વિવાદ સર્જાયો છે.

બ્રિજના છેડે આવેલા 20 મકાનોને કારણે આ કામ અટકાવી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે બ્રિજનું કામ શરૂ કરાયું તે પહેલેથી જ આ મકાનો ત્યાં હતાં. તેમ છતાં બ્રિજનું કામ શરૂ કરાયું હતું. ત્યારે કોંગ્રેસે આ કામગીરીને શાસકોની અણઆવડત ગણાવી છે. તો સામે પક્ષે ભાજપે આ વિવાદનો ટુંક સમયમાં આખરી નિર્ણય આવશે તેવી ખાતરી આપી છે.

મહત્વનું છે કે આ મકાનો પહેલેથી જ આ જગ્યા પર હતા. તેમ છતાં બ્રિજનું કામ શરૂ કરાયું હતું. ત્યારે આ 20 મકાનનો વિચાર કરવાનો ભુલી ગયા હોય તેવા અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

ઉમરા ગામે પહેલેથી જ જો મકાનો વચ્ચે આવતા હતા તો બ્રિજનો પ્લાન એ રીતે કેમ ન બનાવાયો. અગાઉ સ્થાનિકો સાથે વાત કરીને તેઓને વિકલ્પ આપવાની વાત શા માટે ન કરવામાં આવી? અને હવે જ્યારે બ્રિજનું કામ 90 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે અંતે કામને અટકાવી દેવાયું છે. જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે.

Leave Comments