સુરતના પાંડેસરામાં યુવક પર જીવલેણ હુમલો

March 25, 2020 905

Description

સુરતના પાંડેસરામાં શાકભાજી વાળાએ યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં છત્રપતિ શિવાજી શાકમાર્કેટમાં યુવકે શાકભાજી વાળાને માસ્ક પહેરીને કામ કરવાનું કહેતા શાકભાજી વાળાએ ઉશ્કેરાઇને યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.

જેમાં યુવકને ઈજા પહોંચતા ટ્રાફિક PI પોતાની ગાડીમાં TRB જવાનની મદદથી યુવકને સારવાર અર્થે લઈ ગયા હતા. શાકમાર્કેટમાં બનેલી હુમલાની ઘટનાથી લોકમાં ભયનો માહોલ ફેલાયો છે. તો હુમલાની ઘટનાને લઈને પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Leave Comments