સુરતના કૈલાશ નગરમાં દંપતી પર જીવલેણ હુમલો

February 14, 2020 650

Description

સુરતના કૈલાશ નગરમાં દંપતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જેમાં બાઇક પર આવેલા ઈસમો ચપ્પુથી દંપતી પર હુમલો કરીને ફરાર થઇ ગયા છે. ત્યારે જૈમીન નામના ઇસમની એના જ ઘર પાસે હત્યા કરાઈ હતી.

જૈમીન હત્યા કેસના આરોપીના માતા પિતા પર હુમલો કરાયો છે. જેમાં કૈલાશ નગરમાં શાકભાજી વેચી ગુજરાન ચલાવે છે. ઇજાગ્રસ્ત દંપતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

 

Leave Comments