સુરતમાં હળપતિ અને આદિજાતી સમાજનું સંમેલન યોજાયું

January 16, 2020 590

Description

સુરત જિલ્લાના બારડોલી મહુવા રોડ પર આવેલા માલિબા કેમ્પસ ખાતે દક્ષિણ ગુજરાતના હળપતિ અને આદિજાતી સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં આ સંમેલન દરમિયાન વર્ષ 2019 અને 2020ના મંજુર થયેલી પાયાની સુવિધાઓ અને બહેનોને વિધવા સહાયના મંજુરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે CM વિજય રૂપાણીએ હળપતિ સમાજના લોકોને વિવિધ પ્રકલ્પો અંગે મંજૂરીપત્ર એનાયત કર્યા હતા. તેમજ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાંથી આવેલા લાભાર્થીઓને આવાસ, આજીવિકા, રસ્તાઓ, પાણી સહિતની અન્ય સુવિધ માટે લાખો રૂપિયાના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave Comments