સુરતમાં NRI મહિલાની મિલકત પર કબ્જો કરવા મામલે ફરિયાદ થઇ

September 26, 2020 575

Description

સુરતમાં NRI મહિલાની મિલકત પર કબ્જો કરવા મામલે સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ રાંદેર પોલીસે ફરિયાદ નોંધી છે. મૂળ ફ્રાન્સનું નાગરિકત્વ ધરાવતી અને હાલ રાંદેર ટાઉન સ્થિત સુથારવાડમાં રહેતી ખદીજા ઉર્ફે સદીકા સાલેહના ફ્રાન્સમાં રહેતા પતિએ રાંદેર ખાતેની આ મિલકત ખરીદી હતી.

અને જૂનુ મકાન તોડીને બે માળનું નવું મકાન બનાવ્યું હતું. પરંતુ હાલ આ મિલકતમાં કોઈ બળજબરી પૂર્વક ઘૂસી ગયાની જાણ થતા NRI મહિલા ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. જોકે તેને ફરિયાદ નોંધાવવા માટે ધક્કા ખાવા પડ્યાં હતાં.

મહિલાએ સીધો આક્ષેપ કર્યો છે કે, રાંદેર PI બોડાણા અને કોન્સ્ટેબલે તેની ફરિયાદ લેવાની ના પાડી હતી. જોકે મહિલાએ પોલીસ કમિશનર અજય તોમરને રજૂઆત કરતાં તેમણે PI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યાં છે. સાથે જ રાંદેર પોલીસને ગુનોનોંધી તપાસના આદેશ આપ્યાં છે.

 

Leave Comments