બાળકી અપહરણ અને દુષ્કર્મ મામલે હજીરા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાઇ

January 11, 2019 860

Description

સુરતમાં ત્રણ વર્ષની બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી છે. આજ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હજીરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. દુષ્કર્મ બાદ બાળકીને ઝાડીઓમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આ સમગ્ર તપાસ હાથ ધરી છે.

પોલીસે 2 શકમંદોની પુછપરછ પણ હાથ ધરી. સુરતના હજીરા રોડ પરથી આ બાળકી મળી આવી હતી. ઘર નજીકથી બાળકીને ઉપાડી ગયો હતો આ નરાધામ અને તેના બાદ બાળકી પર દુષકર્મ આચર્યુ હતું.

બાળકી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુરત પોલીસે નાકાબંધી કરી આરોપીની તપાસ હાથ ધરી છે. હજીરા ગામમાં લાગેલા CCTVની પણ લેવામાં આવી રહી છે. બાળકીના તબીબી પરિક્ષણના રિપોર્ટ બાદ ફરિયાદ લેવાશે તેવું JCP દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.

Leave Comments