સુરતના લીંબાયતમાં ચેઈન સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ

August 21, 2019 560

Description

સુરતના લીંબાયતમાં ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે.  રાહદારીના ગળામાંથી ચેઈન તોડી ફરાર થઈ ગયા હતાં.  બાઈક સવાર બે સ્નેચરોનો આતંક સામે આવ્યો છે.  જોકે  રાહદારી બાળકને તેડી પાછળ દોડ્યો હતો પરંતુ પકડી શક્યો ન હતો.  ચેઈન સ્નેચિંગની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

સુરતમાં ચેઈન સ્નેચરોને હવે પોલીસનો ખૌફ રહ્યો નથી. અને ધોળા દિવસે બિન્દાસ ચેઈન લૂંટીને જતાં ચેઈન સ્નેચરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે લિંબાયત વિસ્તારમાં ચેઈન સ્નેચિંગની એક ઘટના સામે આવી છે.

જ્યાં દીકરાને ચોકલેટ અપાવીને વેપારી ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે બાઈક પર આવેલ બે સ્નેચરોએ તેના ગળામાંથી અછોડો તોડી લીધો હતો. વેપારી બાળકને ઊંચકીને ચેઈન સ્નેચરો પાછળ દોડ્યો. પણ તેઓને પકડવામાં વેપારી નિષ્ફળ નીવડ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે લિંબાયત પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave Comments