ઉત્તરપ્રદેશના કાનપુરથી સુરત આવી ચેન સ્નેચિંગ કરતો શખ્સ ઝડપાયો

October 20, 2019 830

Description

સુરતમાં ચેન સ્નેચિંગ કરતો રીઢો ચોર મોહમ્મદ વસીમ ઝડપાયો છે. પોલીસે મોહમ્મદ વસીમીની ધરપકડ કરી છે. ઉત્તરપ્રદેશના કાનપુરથી આવી સુરતમાં ચેન સ્નેચિંગ કરતો હતો. મોહમ્મદ વસીમે સુરતમાં 12, વડોદરામાં 5 અને કાનપુરમાં 35 તેમ 52થી વધુ ચેન સ્નેચિંગ કર્યાની કબૂલાત કરી છે.

ટ્રાવેલ્સમાં બાઈક લઈને સુરત આવીને ચેન સ્નેચિંગ કરતો હતો. આ ચેન સ્નેચર યુ ટ્યૂબ વીડિયો જોઈને ચેન સ્નેચિંગ કેમ કરવું તે અંગે શીખ્યો હતો. આરોપી વસીમ પહેલા સુરતમાં કાપડની દુકાન ધરાવતો હતો. પરંતુ ક્રિકેટના સટ્ટામાં નુકશાન જતા ગુનાખોરીના રવાડે ચડી ગયો હતો.

Leave Comments