આ કલાનાં કસબીની સાડીઓ બોલીવુડની હિરોઇન પણ પહેરે છે

August 27, 2018 4835

Description

સુરત મહાનગર પાલિકા સંચાલિત સાયન્સ સેન્ટરમાં ગુજરાત સરકાર દ્વારા મહિલા હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં સમગ્ર ભારતમાંથી કારીગરોએ એમની પ્રાચીન કલા પ્રદર્શિત કરી રહ્યા છે, સુરતના પોષ વિસ્તારમાં આવેલા સાયન્સ સેન્ટરમાં લાગેલા આ મેળામાં બનાસકાંઠાના વિષ્ણુ સુથારે પણ એમની એપ્લિક વર્કથી બનેલી સાડીઓ રજૂ કરી છે.

એમનું આ વર્ક એટલું પ્રચલિત છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અનંદી બેન પટેલ થી લઇને બોલિવૂડની અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝે એમણે ડિઝાઇન કરેલા ગાર્મેન્ટ્સ પહેરે છે. વિષ્ણુ માત્ર પાંચ ધોરણ જ ભણેલો છે. જોકે, આજે તેઓ 300 મહિલાઓને રોજગારી આપે છે.

Leave Comments