સુરતના વિદ્યાર્થીએ સ્કેટીંગમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી

May 17, 2019 2780

Description

સુરતના એક ગરીબ પરિવારમાંથી આવતા વિદ્યાર્થીએ સ્કેટીંગની રમતમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી સુરત સહિત સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. બેંગકોક થાઈલેન્ડમાં યોજાયેલી બીજી રીયલ ગોલ્ડ ઈન્ટરનેશનલ ચેમ્પીયનશીપમાં ઓલપાડના પ્રિતેશ પટેલ નામના યુવકે અંડર-14 સ્કેટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યું.

આ ચેમ્પીયનશીપમાં વિશ્વના અલગ-અલગ દેશોના 80 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થી અને તેના કોચનું 18 મેના રોજ ઓલપાડ ખાતે સન્માન કરાશે.

Leave Comments