સુરતમાં એસઓજીએ ચોરી કરતા 3 આરોપીઓની કરી ધરપકડ

October 20, 2019 695

Description

સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરી કરતી ગેંગ માથાના દુખાવા સમાન બની હતી. જેને એસઓજીએ પકડી લઇ હાશકારો અનુભવ્યો છે. આ ગેંગ મકાનોની ગ્રીલ તોડી સ્લાઇડર બારીઓમાંથી પ્રવેશ કરતી હતી. સુરત પોલીસને છેલ્લા કેટલાક દિવસોથી હાથ તાળી આપી રહી હતી.

ત્યારે એસઓજીએ 3 આરોપીઓની ધરપકડ કરી છે. સોનુ ઉર્ફે જેક રાજુ પડવી,સોનુ ઉર્ફે સોનુ બિહારી ઉર્ફે અજય રવિશંકર ઉપાધ્યાય અને રવિ શંકર ઉર્ફે લંબુ ઉર્ફે પંકજ વિક્રમસિંગ કુર્મિ પટેલને પકડી લીધા છે. તેઓની પાસેથી 3 લેપટોપ, 3 મોટરસયકલ, 4 મોબાઈલ, 1 આઈપેડ, 2 બેગ, રોકડ 5 હજારની મત્તા કબ્જે કરવામાં આવી છે.

Leave Comments