સુરતની સ્કૂલોમાં કોરોના સંક્રમણ વધ્યું છે. અમેરિકાથી આવેલા એક વિદ્યાર્થીને કોરોના પોઝિટીવ નીકળ્યો. સુરત શહેરમાં વધુ 7 વિદ્યાર્થી,શિક્ષકને કોરોના. DRB કોલેજ,એક્સપરિમેન્ટલ સ્કૂલમાં કોરોના. સદગુરૂ વિદ્યાલયમાં પણ કોરોના સંક્રમણ લાગ્યું.
બારડોલીમાં આવેલ પૌરાણિક અને સ્વયંભુ એવા કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીનો મેળો રદ કરાયો. કોરોનાને પગલે પરંપરાગત ભરાતા મહાશિવરાત્રીના મેળાને બંધ રાખવા ટ્રસ્ટ મંડળ દ્વારા લેવાયો નિર્ણય. દર્શનાર્થીઓ માટે દર્શન માટે મંદિરના પાટ ખુલ્લા રખાશે. તમામ પ્રકારની ગાઈડ લાઈનોનું પાલન કરવા ટ્રસ્ટ મંડળ દ્વારા કરવામા આવી અપીલ.
સુરતમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ છોટું વસાવા પર શાબ્દિકવાર કર્યાં. અને કહ્યું કે છોટુ વસાવા નકલી આદિવાસી નેતા છે. તેને આદિવાસી પ્રજા સ્વિકારવા તૈયાર નથી..તેથી ચૂંટણીમાં કોંગ્રેસ અને BTP પરાસ્ત થઈ છે.
સુરતમાં કાર પાર્કિંગમાં આગ લાગતા ચાર કાર બળી ખાખ થઇ ગઇ છે. લીંબાયત પોલીસ દ્વારા અહીં કાર રાખવામાં આવી હતી. આ કાર ગુનાના કામ વપરેલી હતી. જેને પોલીસે કબજે કરી અહીં પાર્ક કરી હતી. મહત્વનું છે કે ફાયર વિભાગે આગને કાબુમાં લેતા આગ પ્રસરી શકી ના હતી. જો કે આ ચાર કાર બળીને ખાખ થઇ […]
કોરોનાના કેસ વધતાં સુરતનું તંત્ર એક્શનમાં આવ્યું છે. ડુમસ રોડ પર રાહુલ રાજ મોલ બંધ રાખવા સૂચના અપાઈ. શનિ અને રવિવારે મોલ બંધ રાખવા સૂચના અપાઈ. અન્ય મોલ સ્વૈચ્છિક બંધ રાખવા તંત્રની અપીલ. લેખિતમાં પત્ર પાઠવીને જાણ કરાઈ. પ્રતિ દિવસ 100થી વધુ કેસ નોંધાતા પાલિકાનો નિર્ણય.
સુરતમાં સામાન્ય ભુવો મોતનું કારણ બન્યો. ભુવાના કારણે અકસ્માતમાં એકનું મોત. ભુવાના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી.
રાજ્યમાં કોરોનાની ફરી એકવાર વિકરાળ સ્થિતી જોવા મળી છે. મહાનગરોમાં કોરોનાએ મોટો ઉથલો માર્યો છે. સુરતની સ્થિતી ફરી એકવાર સ્ફોટક થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. એક જ દિવસમાં સૌથી વધુ 134 કેસ નોંધાયા અમદાવાદમાં પણ 124 કેસ અને એક મોત નોંધાયું. સૌરાષ્ટ્રમાં પણ વકરી રહ્યો છે કોરોના. રાજકોટમાં એક જ દિવસમાં નવા 58 કેસ […]
બહારગામથી સુરત આવેલા 19 લોકો કોરોના સંક્રમિત નીકળ્યા. દુબઈથી સુરત આવેલા 3 લોકોને કોરોના. મુંબઈના 3, રાજસ્થાનના 2, ગોવાથી આવેલ એક શખ્સ સંક્રમિત. કોરોનાના કેસમાં વધારો થતા તંત્રની ચિંતા વધી.
કોરોના બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. હીરા ઉદ્યોગમાં પોલિશ્ડ ડાયમંડના ભાવમાં વધારો જોવા મળ્યો. 0.9 કેરેટ કે તેથી વધુ કેરેટના હીરાના ભાવમાં થયો વધારો. ભાવમાં 3 થી 5% નો થયો વધારો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડિમાન્ડ વધતા ભાવ વધ્યા. ભાવ વધતા ઉદ્યોગકારોમાં ઉત્સાહ જોવા મળ્યો.
સુરતના ભરથાણાના દંપતી પર અમેરિકામાં ફાયરિંગ થયું. મેરિલેન્ડમાં હોટેલ માલિક દંપતી પર ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં પત્નીનું મોત પતિ હાલ સારવાર હેઠળ રખાયા. લૂંટના ઈરાદે ફાયરિંગ કરી આરોપી ફરાર થયા.
રાજ્યમાં ક્રાઈમ રેશિયોમાં સુરત મોખરે આવ્યું છે. હત્યા અને આત્મહત્યાના સૌથી વધુ બનાવ સુરતમાં બન્યા છે. 280 હત્યા, 2151 આત્મહત્યાના કેસ. પરપ્રાંતિય વિસ્તારમાં હત્યાના બનાવ બન્યા છે.
ગુજરાતમાં કોરોનાના નવા 571 કેસ નોંધાયા છે. કોરોનાથી આજે એક દર્દીનું મોત નીપજ્યું છે. અત્યાર સુધીમાં 2, 65, 372 દર્દી સાજા થયા છે. આજે વધુ 403 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 4414 દર્દીના મોત થયા છે. અમદાવાદ, વડોદરા, સુરતમાં કોરોનાના કેસ 100ને પાર પહોંચી ગયા છે. અમદાવાદમાં 124 કેસ, એકનું મોત થયું છે. સુરતમાં […]
2018 © Sandesh.