સાડીનાં કારખાનામાં થતી હતી મગફળીમાં ભેળસેળ – સંદેશ EXCLUSIVE

August 9, 2018 635

Description

રાજકોટ મગફળી કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ પ્રકરણમાં શ્રમિકોએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સંજય નામની વ્યક્તિના ગોડાઉનમાં ભેળસેળ થતી હતી. જેતપુરના ધારેશ્વર નજીક ખુલ્લા ફાટક પાસે ગોડાઉન આવેલું છે. મગફળીમાં ભેળસેળ કરવા માટે બે ગુણવત્તાવાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મગફળીની ગુણીમાં હલકી અને ભારે માટીથી ભેળસેળ કરવામાં આવતી હતી. સાડીના ગાડાઉનમાં થતી ભેળસેળમાં મગફળીની ગુણીમાં વજનને યોગ્ય કરવા માટે માટી નાખવામાં આવતી હતી. પોલીસે મગફળી કૌભાંડમાં તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે. તેમજ આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં હજુ પણ મોટા માથાઓના નામ સામે આવે તેવી શકયતા છે…..

Leave Comments