કોરોનાને કારણે અનેક લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. ત્યારે રાજકોટમાં ટ્યુશન ક્લાસિસના સંચાલકે પાણીપુરીની લારી શરૂ કરી છે. કોરોનાને કારણે ક્લાસિસ શરૂ ન થતા જય કારિયા નામના શિક્ષકે પાણીપુરીની લારી શરૂ કરી છે.
શિક્ષકના માથે લોનના હપ્તા હતા આથી તેમણે યુટ્યુબના સહારે પાણીપુરીનો કસબ શીખ્યો અને પાણીપુરીનો ધંધો શરૂ કર્યો છે. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ કરમચંદાણીએ ક્લાસ શરૂ કરવા રજૂઆત કરી છે. તેમની રજૂઆત છે કે ક્લાસિસ શરૂ નહીં કરાય તો શિક્ષકો શાકભાજી, પાણીપુરી, અને નાસ્તાની લારીઓ શરૂ કરવી પડશે. તેમણે સરકાર પાસે 10-10 વિદ્યાર્થીઓની SOP બનાવવા માગ કરી છે.
Leave Comments