રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં દીપડો ધૂસી જતા તંત્ર એલર્ટ

February 17, 2020 680

Description

રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં દીપડો ધૂસી જતા તંત્ર દોડતું થઇ ગયું છે. ગત રાત્રે દિપડાએ હરણનું મારણ કર્યું હતુ. હાલ પાર્ક પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વન વિભાગ અને RMCના અધિકારીઓની ટીમ હાલ પાર્ક ખાતે છે. પાર્કમાં ઠેર ઠેર પાંજરા મૂકવામાં આવ્યાં છે.

દીપડાને પાંજરે પૂરવાની કવાયત તંત્ર દ્વારા હાથ ધરાઇ છે. દીપડો શહેરી વિસ્તારમાં આવી જતાં ચિતાનો વિષય બન્યો છે. પ્રદ્યુમન પાર્કમાં દીપડો આવ્યો હોવાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. પાર્કમાં જંગલ જેવો માહોલ છે. હાલ અધિકારીઓ પાર્કમાં અલગ અલગ જગ્યાએ સર્ચ કરી રહ્યાં છે. અને દીપડાને પકડવાની કવાયત હાથ ધરાઇ છે.

Leave Comments