રાજકોટમાં સ્વાઈન ફ્લૂએ ફરી માથુ ઉચક્યું, વૃદ્ધાનું મોત

September 16, 2018 1370

Description

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં સ્વાઈન ફલુનો રોગચાળો કાબુમાં હતો. પરંતુ સ્વાઈન ફલુએ ફરી એક વાર માથુ ઉચકયુ છે. સ્વાઈન ફલુના કારણે એક વૃદ્ધાનું મોત થયુ છે. આ મહિલાની રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વૃદ્ધાનું સ્વાઈન ફલુની સારવાર દરમ્યાન મોત થયુ છે. મૃતક વૃદ્ધાની ઉમંર 60 વર્ષ હતી અને તે વેરાવળના રહેવાસી હતી.

મહિલાના મોત બાદ આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની છે. હાલ પણ સ્વાઈન ફલુના વોર્ડમાં 10 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સ્વાઇન ફ્લૂથી વધુ એક મૃત્યુ થયાની જાણ થતાં આરોગ્ય તંત્ર ફરી દોડતું થયુ હતું. જો કે, સ્વાઇન ફ્લૂના દર્દીઑ દાટ વર્ષની સરખામણીએ ઘણા ઓછા નોધાયા છે ત્યારે વધુ એક મૃત્યુથી લોકોમાં ડર તો ફેલાયો છે. ઉલ્લેખનીય છેકે, ગત વર્ષ કરતા સ્વાઇનફલુનો કહેર ઓછો છે.

Leave Comments