સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક બાદ એક પ્રોફેસરો સામે વિદ્યાર્થીનીઓ કરી ફરિયાદ

August 1, 2020 815

Description

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક બાદ એક પ્રોફેસરો સામે વિદ્યાર્થીનીઓ ફરિયાદ કરી રહી છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીનીએ હિંમત દાખવી પ્રોફેસર વિક્રમ વાંકાણી સામે ફરિયાદ નોધાવી છે. ફરિયાદના આધારે પ્રોફેસર વિક્રમ વાંકાણીની રાજકોટ યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે.

પરંતુ યુનિવર્સિટી દ્વારા પ્રોફેસરોને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પોલીસને મળેલી માહિતી મુજબ હજુ પણ અન્ય વિદ્યાર્થીનીઓ પણ ફરિયાદ નોંધાવી શકે છે . વિદ્યાર્થીની ફરિયાદ પરથી પોલીસે પ્રોફેસર વિક્રમ વાંકાણી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.

Leave Comments