રાજકોટમાં BSNL કચેરીના ગેસ્ટહાઉસમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ

October 17, 2018 12170

Description

શહેરના ચૌધરી સ્કૂલ પાસે આવેલી બીએસએનએલ કચેરીના ગેસ્ટહાઉસમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસે ગેસ્ટહાઉસનું સંચાલન કરનાર કર્મચારી, તેની પત્ની પુત્ર તેમજ બીએસએનએલના કલાસ-2 અધિકારી ગોરખધંધા ચલાવતા હોવાનો પર્દાફાશ થયો હતો. પ્રદ્યમુનનગર પોલીસે મોજમોજ કરવા આવેલા એકયુવાન સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રેમીયુગલને રૂમની અને એકલા આવનાર યુવાનને યુવતીની સુવિધા પૂરી પડાતી હતી. છેલ્લા છ મહિનાથી ગોરખધંધા ચાલતા હતા.

સૂત્રોમાંથી જાણવા મળ્યાં મુજબ, બીએસએનએલની કચેરીના ગેસ્ટહાઉસમાં ગોરખધંધા ચાલતા હોવાની આઇબીને માહિતી મળી હતી. જેથી આઇબીએ આ અંગે રાજકોટ પોલીસને માહિતગાર કરાતા પ્રદ્યુમ્નનગર પોલીસને તપાસ કરવા આદેશ કરાયો હતો. તપાસમાં સરકારી કચેરીના ગેસ્ટહાઉસમાં કૂટણખાનું ચાલતું હોવાની વિગતો સાંપડતા પોલીસે દરોડો પાડ્યો હતો

Leave Comments