વાયરલ વીડિયોના ઘોડેસવાર દિવ્યરાજસિંહ ઝાલા સાથે સંદેશ ન્યૂઝની ખાસ વાત

August 14, 2019 1175

Description

ઘોડા પર ઉભા રહીને, હાથમાં તિરંગો રાખીને, અદમ્ય જુસ્સાથી ઘોડેસવારી કરનાર એક યુવાનનો વીડિયો વાયરલ થયો હતો. હાથમાં તિરંગો અને ઘોડાની લગામ પકડ્યા વિના ઉભા રહીને દેશભક્તિના રંગમાં રંગાયેલા યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

શું દેશભક્તિનો આવો પણ એક રંગ હોય..? કોણ છે આ યુવાન..? ક્યાંનો છે આ યુવાન..? આવો દિલધડક સ્ટંટ કરવાનું કારણ શું.. વગેરે સવાલોને લઇને આ વીડિયોએ લોકોમાં ભારે કુતહલ જન્માવ્યુ છે.

ત્યારે સંદેશ ન્યૂઝે આ અંગેની સંપૂર્ણ તપાસ કરીને શોધી કાઢ્યુ કે આ દેશપ્રેમી ઘોડેસવાર કોણ છે. તે જેતપુરનો દિવ્યરાજસિંહ ઝાલા નામના યુવાનનો આ વીડિયો છે. જેણે દેશભક્તિ કાજે આ પ્રકારનો સ્ટંટ કર્યો હતો. આમ તો સોશિયલ મીડિયામાં વધુ લાઇક્સ મેળવવા લોકો આવા જોખમી સ્ટંટ કરતા ખચકાતા નથી.

પરંતુ દિવ્યરાજસિંહે દેશભાવના વ્યક્ત કરવા માટે આ પ્રકારનો સ્ટંટ કર્યો હતો. જેમાં દિવ્યરાજસિંહને દેશ માટે કંઇક કરી છૂટવાની ભાવના હતી. તેને એવુ કંઇક કરવુ હતું જેનાથી લોકોમાં દેશભાવના જન્મે. તે બોર્ડર પર તો જઇ શકતો નથી. આથી તેણે આ પ્રકારનો સ્ટંટ કરવાનુ વિચાર્યું હતુ. જેના માટે તેણે 4 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી હતી.

Leave Comments