સંદેશ ન્યૂઝ ઈમ્પૅક્ટ – રાજકોટમાં માછલીઓના મોત મામલે તંત્ર હરકતમાં

October 7, 2018 3800

Description

રાજકોટના આજી-1 ડેમમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયાનો અહેવાલ સંદેશ ન્યૂઝમાં પ્રસારિત થયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ GPCB અને વોટરવર્ક્સ વિભાગે પાણીના સેમ્પલ લીધા છે. તેમજ ફાયરની ટીમે ડેમમાંથી માછલીઓ કાઢવાની કાર્યવાહી હાથ ધરી છે.

ડેમમાં લગભગ 10 દિવસથી માછલીઓના મોત થઈ રહ્યાં હોવાનું જાણવા મળે છે. આજી ડેમમાં ગણેશ વિસર્જન બાદ પાણી પ્રદૂષિત થયું છે. જેથી હજારો માછલીઓના મોત થતા પર્યાવરણ પ્રેમીઓમાં તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે. મહત્વનું છે કે આજીડેમમાંથી રાજકોટવાસીઓને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે.

Leave Comments