CMના કાર્યક્રમમાં વીજળી ગુલ થતા ના.ઈજનેરની બદલી

October 9, 2019 395

Description

રાજકોટમાં તાજેતરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ કાર્યક્રમ દરમ્યાન લાઇટ જતી રહેતાં હંમેશાં શાંત દેખાતા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પિત્તો ગયો હતો. જેના પગલે નાયબ ઇજનેરની બદલી કરી નાંખવામાં આવી.

જેથી તમામ ઇજનરોએ એકત્રિત થઇ પીજીવીસીએલની ઓફિસ બહાર રામધૂન બોલાવી વિરોધ કરી આવેદનપત્ર આપ્યું હતું.. અને રજૂઆત કરવામાં આવી હતી કે કસ્તુરી ફીડરમાં એરેસ્ટર ફાટતાં લાઇન ટ્રીપ થઇ હતી માત્ર 5 સેકન્ડ લાઇટ ગઇ હતી.

Tags:

Leave Comments