રાજકોટમાં SOG એ ડ્રગ્સના જથ્થા સાથે મહિલાની કરી ઘરપકડ

September 1, 2019 890

Description

રાજકોટમાં ડ્રગ્સ સાથે એક મહિલા ઝડપાઈ રાજકોટ SOGએ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી મીના બગડા નામની મહિલાને રૂ. 1 લાખની કિંમતના 9.77 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડી.

પોલીસે મહિલાની ધરપકડ કરી ડ્રગ્સ ક્યાંથી લાવતા અને ક્યાં મોકલવામાં આવતું તે દિશામાં તપાસ શરૂ કરી છે….પોલીસ પૂછપરછમાં મીના પોતે કચરો વીણવાનું કામ કરતી હોવાનું સામે આવ્યું છે.

આ ડ્રગ્સ કેસમાં સુધા નામની મીનાની બહેનની ધરપકડ કરવાની બાકી છે. પોલસે મીનાની ધરપકડ કરી રિમાન્ડ અર્થે કોર્ટ સમક્ષ રજૂ કરી.

Leave Comments