રાજકોટમાં પ્રદ્યુમન પાર્કમાં હજુ સુધી નથી પકડાયો દીપડો

February 18, 2020 815

Description

રાજકોટમાં પ્રદ્યુમન પાર્કમાં હજુ સુધી દીપડો નથી પકડાયો. 40 કલાક વિત્યા છતાં હજુ સુધી વનવિભાગના હાથે દીપડો નથી લાગ્યો.

પ્રદ્યુમન પાર્ક ઝૂમાં વનવિભાગનું સર્ચ ઓપરેશન શરૂ જ છે. વિનવિભાગ દ્વારા 2 ફોરેસ્ટર,2 ગાર્ડ સહિત 6 લોકો દીપડાની વોચ માટે ગોઠવવામાં આવ્યા છે. વનવિભાગ દ્વારા દીપડાને બેભાન કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે.

પ્રદ્યુમન પાર્ક ઝૂના સુપ્રીટેન્ડેન્ટ આર.કે.હિરપરા પાસે ટ્રાંક્વીલાઈઝર ગનનું લાઇસન્સ છે. જેનાથી દીપડાને બેભાન કરવામાં આવશે. વન વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે રાજકોટ જિલ્લામાં ટ્રાંક્વીલાઈઝર ગનનું માત્ર એક જ લાઇસન્સ છે.

 

 

 

Leave Comments