રાજકોટ મનપા કચરામાંથી કરશે વિધુત ઉતપન્ન

October 28, 2020 485

Description

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કચરામાંથી વિજળી ઉતપન્ન કરવામાં આવશે. નાકરાવાડી ગાર્બેઝ સ્ટેશન ખાતે 135 એકર જમીનમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ પીપીપી ધોરણે બનાવવામાં આવશે. રાજકોટમાંથી રોજનો 600 ટન કચરો એકત્રિત થઈ રહ્યો છે.

મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકાએ શરૂઆતી ધોરણે બગિચાઓમાંથી ઉત્પન્ન થતાં કચરાના નિકાલ માટે ખાતર બનાવવાની શરૂઆત કરી. ત્યારબાદ શાકમાર્કેટમાંથી નિકળતા શાકભાજીના કચરામાંથી ખાતર બનાવવા માટે મશિનો પણ વસાવ્યા છે. અને હવે મહાનગરપાલિકાએ 80 ફુટ રોડ ઉપર કચરામાંથી ખાતર અને વિજળી ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ કાર્યરત કર્યો છે. હાલ પ્લાન્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે અને વર્ષના અંતમાં વિજળી ઉત્પન્ન કરવાની કામગીરી પણ શરૂ થઈ જશે.

Leave Comments