રાજકોટના વેગડી ગામે મહીલાઓએ મધ ઉછેરનો વ્યવસાય અપનાવ્યો

February 7, 2020 905

Description

રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં મધ ઉછેર કેન્દ્રો દ્વારા મધનું ઉત્પાદન કરીને લોકો રોજગારી મેળવી રહ્યાં છે. ત્યારે રાજકોટના ધોરાજી તાલુકાના નાના એવાં વેગડી ગામે પણ મહીલાઓ દ્વારા મધ ઉછેર કરવામાં આવી રહ્યું છે. જેમાં 30થી 35 જેટલી મહિલાઓ આ વ્યવસાય સાથે સંકળાયેલી છે.

કચ્છથી મધ ઉછેર માટે પેટીઓ લાવીને અલાયદી જગ્યાએ રાખીને કુદરતી રીતે મધ તૈયાર કરવામાં આવે છે. તેથી અલગ અલગ પ્રકારના છોડ વાવીને મઘમાંખીઓનું ઝૂંડ એકત્રીત કરીને બેથી અઢી મહિનાની મહેનતે મધપુડામાંથી મધ એકત્રીત કરાય છે.

આ વ્યવસાયમાં મહિલાઓ 12થી 15 હજારની કમાણી કરે છે. ખેત મજૂરી કરવા કરતા મહિલાઓ આ વ્યવસાય સાથે જોડાવાનું વધારે પસંદ કરે છે. અને મહિલાઓના પરિવાર તરફથી પણ તેમને સહકાર મળી રહ્યો છે.

Leave Comments