ઘરે જમવા આવેલા મિત્રએ કર્યા પત્નિના વખાણ, રોષે ભરાયેલા પતિએ કરી હત્યા

March 25, 2020 1640

Description

તાજેતરમાં ધ્રોલ – રાજકોટ ધોરી માર્ગ પરથી મળી આવી હતી એક યુવકની હત્યા કરાયેલી લાશ.. લાશ મળતા જ પોલીસ લાગી હતી કામે.. એ શોધવાનો પ્રયાસ થઈ રહ્યો હતો કે આખરે આ યુવક કોણ છે.. તેની કોણે હત્યા કરી.. શા માટે કરી..  આ તમામ સવાલોનાં જવાબો મળી ચૂક્યા છે પોલીસને.. શું સામે આવ્યુ છે જવાબ રૂપે..આવો જાણીએ.

નિલેષની હત્યાનું કારણ હતુ રાકેશની પત્નીનાં વખાણ. નિલેષ રાકેશનાં ઘરે જમવા ગયો હતો.. તેણે તેની પત્નીનાં વખાણ કર્યા હતા.. બસ આ વાત રાકેશને પસંદ ન આવી.. ત્રણેય જ્યારે બાઈક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે બાઈક પર પણ નિલેશે તેણીનાં વખાણ કરતા નિલેશને પહેલા તો બાઈક પરથી તેને નીચે પછાડ્યો.. બાઈકમાં રહેલી સામાન બાઁધવાની દોરી વડે ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો.. મૃતદેહ રોડની નીચેનાં ભાગે મૂકી બાઈક પર પોતાની વાડીએ પરત ફર્યો હતો.. હાલ તો રાકેશની કબૂલાત બાદ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે..

મૂળ મધ્યપ્રદેશનો અને હાલમાં ધ્રોલમાં વસતો એક પરિવાર,.  આ પરિવારનો યુવક એટલે કે 19 વર્ષિય નિલેશ… આ પરિવાર કરતો હતો ખેતમજૂરી.. નિલેશ એક વખત નીકળ્યો ઇંટો ભરવાનાં મજૂરી કામે.. પરંતુ  તે પરત ન આવ્યો.. આ તરફ પરિવારજનો કરી રહ્યા હતા નિલેશની શોધખોળ.. આ  દરમિયાન જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલથી સત્તર કિલોમીટર દૂર દેડકદડ ગામ પાસે સર્વોત્તમ હોટેલ નજીકનાં ખૂણા પર બેભાન હાલતમાં જોવા મળ્યો નિલેશ.. પોલીસને જાણ કરાઈ.. પોલીસ તેને હોસ્પિટલ પહોંચાડે તે પહેલા થઈ ચૂકયુ હતુ નિલેશનું મોત.. પોલીસે નિલેશની લાશ પાસેથી મળેલી વસ્તુઓનાં આધારે તેનાં પરિવારજનોને તો શોધી લીધા હતા.. હવે શોધવાનાં હતા નિલેશનાં હત્યારાઓને..

પોલીસને જાણવા મળ્યુ હતુ તે પ્રમાણે નિલેશ છેલ્લે સંજય પટેલનાં ઘરે ગયો હતો મજૂરી કામે.. બાદમાં નિલેશ, સંજય અને રાકેશ નીકળ્યા હતા સાથે.. પોલીસે કરી રાકેશ અને સંજયની પૂછપરછ.. પૂછપરછનાં અંતે ભાંગી પડ્યો રાકેશ.. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો કે નિલેશની હત્યા તેણે જ કરી છે..

Leave Comments