રાજકોટે આપી “રાજવી”ને શાનદાર પાલખી યાત્રા સાથે અંતિમ વિદાય

September 28, 2018 2330

Description

રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષે નિધન થયું છે. દાદાના હુલામણા નામથી મનોહરસિંહજી જાણીતા હતા. મનોહરસિંહજી 15માં ઠાકોર રાજવી હતા. ઉમદા વ્યક્તિ અને ગુજરાત કોંગ્રેસના સિનિયર આગેવાન હતા. ગાંધીજીનો આ પરિવાર સાથે જૂનો નાતો હતો. ગાંધીજી રાજકોટ આવે ત્યારે પેલેસમાં રોકાતા હતા.

સર લાખાજીરાજના જુના અંગત મિત્ર ગાંધીજી હતા. સર લાખાજીરાજના પૌત્ર મનોહરસિંહજી જાડેજા છે. ત્રણ ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે રાજવી. નાણાં – પુરવઠા અને આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા હતા. શ્રેષ્ઠ સંસદીય અભ્યાસ બાબતો માટે તેમને સન્માનિત કરાયા હતા.

સૌરાષ્ટ્રની રણજી ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા હતા. છેલ્લાં કેટલાક વર્ષોથી તેઓ જાહેર જીવનમાંથી નિષ્ક્રિય હતા. મનોહરસિંહજી જાડેજા સારા લેખક અને કવિ તરીકે છાપ ધરાવતા હતા. 18 નવેમ્બર 1935ના રોજ તેમનો જન્મ થયો હતો. રણજીત વીલા પેલેસ ખાતે મનોહરસિંહજીને અંતિમ દર્શન માટે રખાયા હતા. રણજીત વિલાસ પેલેસ ખાતે 9 ગનની સલામી આપ્યા બાદ સવારે 10 વાગે પાલખી યાત્રા  દ્રારા અંતિમ વિદાય આપવામાં આવી.

Leave Comments