રાજકોટમાં તાવના કારણે વધુ એકનું મોત

October 20, 2019 350

Description

રાજકોટમાં તાવને કારણે એક પરિણીતાનું મોત થયુ હોવાનુ સામે આવ્યું છે. જેમાં ભગવતીપરામાં રહેતી પારૂલ કઠેરી નામની પરિણીતાનું મોત નીપજ્યુ છે. 3 માસની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.

મહત્વનું છે કે રાજ્યમાં મચ્છર અને પાણી જન્ય રોગચાળો નાથવા આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. તેમ છતાં રોજબરોજ રોગચાળાના કેસ વધતા જઇ રહ્યા છે.

Leave Comments