રાજકોટમાં ફી મામલે મોદી સ્કૂલ બહાર વાલીઓનું વિરોધ પ્રદર્શન

April 28, 2018 860

Description

FRCએ નક્કી કરેલા ફીના ધોરણોએ વાલીઓને રઝળતા કરી દિધા છે. રાજકોટમાં અંબિકા ટાઉન પાસે આવેલ મોદી સ્કૂલ બહાર 100 વધુ વાલીઓએ સ્કૂલ પ્રશાસન સામે વિરોધ પ્રદર્શન કર્યું. વાલીઓના આરોપ અનુસાર સંચાલકો ફીના ધોરણો લીરા ઉડાવી ફી વધુ ઉધરાવે છે.

મામલો વધુ બિચકતા સ્કૂલ સંચાલકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. બાદમાં પોલીસે સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો. વાલીઓ અત્યારે સંચાલકોની દાદાગીરીના ભોગ બની રહ્યા છે.

ક્યાંક વિદ્યાર્થીને ફી ન ભરતા સજા અપાય છે. તો ક્યાંક પરિણામ અટકાવાય છે. પરસેવાની કમાણી કરી સામાન્ય નાગરીક બાળકના સારા ભવિષ્ય માટે પેટે પાટા બાંધી ફી ભરતા હોય છે. પરંતુ સત્તાના ચૂર એવા સંચાલકો તેમની મનમાની ચલાવી ગરજના ભાવે વાલીઓને લૂટી રહ્યા છે.

Leave Comments