રાજકોટમાં સ્વાઈન ફ્લૂથી વધુ એકનું મોત

February 10, 2019 605

Description

રાજ્યમાં સ્વાઈન ફ્લૂ દિન પ્રતિદિન વકરી રહ્યો છે. લોકોના ભોગ લઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં સ્વાઈન ફ્લૂથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે.રાજકોટના 68 વર્ષીય પુરુષનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સ્વાઈન ફ્લૂથી મોત થયું છે. રાજકોટમાં 40 દિવસમાં સ્વાઈન ફ્લૂથી 32 લોકોના મોત થયા છે. જ્યારે જામનગરમાં પણ સ્વાઈન ફ્લૂના કારણે વધુ એકનું વ્યક્તિનું મોત થયું છે. જામનગરની પટેલ કોલોની વિસ્તારમાં રહેતા 61 વર્ષીય પુરુષનું સારવાર દરમિયાન મોત થયું છે.

Leave Comments