સંદેશ ઇમ્પેક્ટ : જેતપુરનો સાડી ઉદ્યોગ હવે નહી થાય “બંધ”

September 12, 2018 1940

Description

“સંદેશ ન્યૂઝ”ના ધારદાર અહેવાલની અસરથી સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા 40 હજાર લોકોની રોજીરોટી બચી ગઇ છે.. જેતપુર સાડી ઉદ્યોગને 3 માસની રાહત મળી. ડાંઇગ એસો.ને લેખિતમાં ખાતરી આપતા જીપીસીબીએ નિર્ણય લીધો.. જીપીસીબીએ પ્રદૂષણની ખામીઓ દૂર કરવા 3 માસનો સમય આપ્યો છે.

એટલે કે જેતપુરના સાડી ઉદ્યોગો GPCBની ગાઈડ લાઇન પ્રમાણે પ્રદુષણ અટકાવશે. મહત્વનું છે કે રાજકોટની ભાદર નદીમાં પ્રદુષણના વધતા પ્રમાણને કારણે CETP પ્લાન્ટ અને GIDCને ક્લોઝર નોટિસ અપાઇ હતી. તાત્કાલિક અસરથી સાડી ઉદ્યોગને બંધ કરવાની સૂચના અપાઇ હતી.. તેમના વીજ જોડાણ કાપી નાંખવાનો પણ આદેશ આપાયો હતો.

Leave Comments