રાજકોટમાં પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ

February 17, 2020 770

Description

રાજકોટમાં બેડી માર્કેટ યાર્ડમાં મચ્છરોના ઉપદ્રવનો મામલો ઉગ્ર બન્યો છે. વિરોધ કરી રહેલા વેપારી, મજૂરો અને ખેડૂતો સાથે પોલીસનું ઘર્ષણ થયું છે. બેડી યાર્ડ બહાર વેપારી અને શ્રમિકોએ ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. તો તેની સામે પોલીસે બળ પ્રયોગ કર્યો હતો.

પોલીસના બળપ્રયોગને પગલે વેપારીઓ અને શ્રમિકોએ પથ્થરમારો કર્યો હતો. રોડ પર ટાયરો સળગાવી ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. યાર્ડમાં મચ્છરોના ઉપદ્રવને લઇને વેપારીઓ શ્રમિકો અને ખેડૂતો દ્વારા અધિકારીઓને અનેક વખત રજૂઆત કરાઇ હતી.

કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છતાં કોઇ જ ઉકેલ ન આવતા વેપારીઓ અને મજૂરોએ તેનો વિરોધ કર્યો હતો. એકબાજુ અમદાવાદમાં ટ્રમ્પના આગમનને પગલે 24 ફોગિંગ મશીન લાગ્યા છે. ત્યારે અહીં તંત્ર પ્રજાની સમસ્યાને ધ્યાનમાં લેતી નથી. તેઓ વેપારીઓનો આક્ષેપ છે. ત્યારે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વેપારીઓએ ઉગ્ર રજૂઆત કરી છે.

Leave Comments